હુ જે કહુ છું તે સાચું છે: જો કોઈ વ્યક્તિ મંડળીનો અધ્યક્ષ બનવાનો સખત પ્રયત્ન કરતી હોય. તો તેની ઈચ્છા કઈક સારું કામ કરી બતાવવાની છે. 1તિમોથીને 3:1

તમારી જાત માટે તથા દેવ જે બધા લોકો તમને આપ્યા છે તેઓને માટે સાવધાન રહો. પવિત્ર આત્માએ આ ઘેટાં જેવા ટોળાની (દેવનાં લોકો) કાળજી રાખવાનું કામ તમને સોંપ્યું છે. તમારે દેવની મંડળી માટે ભરવાડો જેવા બનવું જોઈએ. આ તે મંડળી છે જે દેવે તેના પોતાના લોહીથી ખરીદી છે. પ્રેરિતોનાં ક્રત્યો 20:28


ચર્ચના વડીલો


ચર્ચના વડીલો , નંબર 1

ચર્ચના વડીલો , નંબર 2




Tweet


હવે તમારા સમૂહના વડીલોને મારે કંઈક કહેંવું છે. હું પણ વડીલ છું. મેં પોતે ખ્રિસ્તની યાતનાઓ જોઈ છે. અને જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેનો હું પણ ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે, દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો. નીચ લોભને માટે નહિ, પણ હોંસથી કરો, દેવની આવી ઈચ્છા છે. તમે સેવા કરવાથી પ્રસન્ન થાઓ છો તેથી આમ કરજો. પૈસાને માટે ન કરતા. જે લોકો પ્રત્યે તમે જવાબદાર છો, તેઓના સત્તાધીશ ન બનશો. પરંતુ તે લોકોને આદશરુંપ થાઓ. 1પિતરનો 5:1-3